advertize

રામભાઇ મોકરિયા બન્યા રેડિયો રાજકોટ ના મહેમાન

જે લોકો અયોધ્યા ના જઈ શકે એલોકો માટે રાજ્કોટમાંજ અયોધ્યા નગરી બનાવી છે – રામભાઈ મોકરિયા.

રાજકોટના રેસકોર્સ મેદાનમા ઉભી થનારી અયોધ્યા નગરીમા આગામી તા. ૧૭ થી ૨૪ દરમિયાન ભાગવત કથાકાર પૂ.રમેશભાઈ ઓઝાની “ભાગવત કે રામ ” કથા યોજાવાની છે અને તેના મુખ્ય યજમાન રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા અને તેમનો પરિવાર છે. ત્યારે કથાના આયોજન અને ઉદેશ્યને જણાવા શ્રી રામભાઈ મોકરિયા એ ખાસ રેડિયો રાજકોટની મુલાકાત લીધી હતી.

આ કથા માત્ર કથા જ ન બની રહેતા અનેક કાર્યક્રમો પણ રાખવામા આવ્યા છે. રામભાઈ મોકરિયાએ કહ્યુ હતુ કે, આ કથા જાહેર જનતા માટે છે અને કોઈ પણ ભાવિક કથા શ્રવણ માટે આવી શકે છે. કથાના આ દિવસો દરમિયાન ચૌધરી હાઈસ્કુલમા સમૂહ લગ્ન યોજવાના છે. સાથોસાથ તા. ૨૨મીએ અયોધ્યામા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થાય ત્યારે કથા મડપમા પ્રભુ શ્રી રામના રાજ્યાભિષેકની ઉજવણી પણ થશે. આ કથા દરમિયાન રોજ જુદા જુદા કલાકારોના કાર્યક્રમ પણ યોજાવાના છે.

આ કથાનુ શ્રવણ કરવા માટે દેશ-વિદેશમાથી ભક્તો રાજકોટ આવવાના છે અને રામભાઈ મોકરિયાએ જાહેર જનતાને આ કથાનો લાભ લેવા આમત્રણ આપ્યુ છે. 

is helpful?

Write Review..

Comments

Lorem, ipsum.
Lorem ipsum dolor sit, amet consectetur adipisicing elit. Unde est fuga animi laborum ad omnis dolor amet laudantium nisi quam!
Lorem, ipsum.
Lorem ipsum dolor sit, amet consectetur adipisicing elit. Unde est fuga animi laborum ad omnis dolor amet laudantium nisi quam!
s