રાગી જાની અને ટીમ મુક્તિઘર
‘મુક્તિઘર’ ગુજરાતી ફીચર ફિલ્મના કલાકારો આવ્યા રેડિયો રાજકોટની મુલાકાતે
રાગી જાની અને દિગ્દર્શક ભાવિન ત્રિવેદી સહિત મુકતીઘર ફિલ્મની સ્ટારકાસ્ટ 89.6 એફએમ રેડિયો રાજકોટ પર ઇન્ટરવ્યૂ આપ્યું હતું.
આ ફિલ્મ એક અદભૂત મેસેજ સાથે આવે છે આજના જમાનામાં જ્યારે યુવાઓ વ્યાસનોમાં સરી પડ્યા છે ત્યારે મુક્તિઘર એ એક રિહેબ સેન્ટરની વાત કરે છે જ્યાં વ્યસનમુક્તિની વાત સમાયેલી છે. વ્યસન કરવું સહેલું છે પરંતુ એમ સપડાયા પછી પરિવારને કી રીતે નુકસાન કરે છે અને લોકો વ્યસન માટે કી હદ સુધી જાય છે તે પણ દિગ્દર્શક ભાવિન ત્રિવેદીએ ખૂબ સહજતાથી બતાવ્યું છે.
વર્ષોથી લોકોને મનોરંજન પૂરું પાડે છે એવા ગુજરાતી ઇંડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર રાગી જાનીએ આ ફિલ્મમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. સાથે આ ફિલ્મમાં ચેતન દહિયા, હિતેશ ઠક્કર, આકાશ જાલા, સંજય ગલ્સર, રાજુભાઇ બારોટ, અનિરુદ્ધ ત્રિવેદી, હેટ દવે, મેઘરજ ભૂદેવ વગેરે જેવા નવોદિત કલાકારે કામ કર્યું છે. આ ફિલ્મનો ઉદેશ્ય છે કે લોકો વ્યસન પછીની ભયાનકતા સમજે અને કોઈપણ જાતના વ્યાસનોથી દૂર રહે.
રેડિયો રાજકોટના સ્ટુડિયો પર મુક્તિઘરની આખી સ્ટારકાસ્ટ આવી હતી અને સાથે એ લોકો પણ આવેલા હતા કે જેઓ વ્યસનના કારણે આ પ્રકારના રિહેબ સેન્ટર પર રહી ચૂક્યા હોય તેમણે રેડિયો રાજકોટના આર. જે, સાથે પોતાની આપ વીતી શેર કરી હતી.
is helpful?
Lorem, ipsum.
Lorem ipsum dolor sit, amet consectetur adipisicing elit. Unde est fuga animi laborum ad omnis dolor amet laudantium nisi quam!