જાણીતા કવિ શ્રી સંજુ વાળા રેડિયો રાજકોટ પર
કોઈ કવિ જન્મતો નથી, એ એની ચોઈસથી કવિ બને છે. હા પણ સમાજ એનામાં હોવી જોઈએ. થોડી મહેનત કરો તો તમે પણ સારા કવિ બની શકો છો. – સંજુ વાળા.
જાણીતા કવિ સંજુ વાળાએ કવિ મિત્ર ભાર્ગવ ઠાકર સાથે લીધી હતી રેડિયો રાજકોટની મુલાકાત.
શ્રી અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે વાસંતી કાવયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંજુ વાળા પણ પોતાની કૃતિઓ રાજકોટ સમક્ષ રજૂ કરી હતી.
સંજુ વાળા (અંગ્રેજી: Sanju Vala) ગુજરાતી ભાષાના કવિ અને અદ્યતન યુગના વિવેચક છે, અને ગુજરાત, ભારત ખાતે રહે છે. તેમણે કટારલેખક તરીકે ઘણાં અખબારોમાં કામ કર્યું હતું, જેમ કે જન્મભુમિ અને ફુલછાબ. તેમની ઘણી રચનાઓ સાહિત્યિક સામયિકો, જેમ કે શબ્દસૃષ્ટિ, પરબ, સમીપે, એતદ, પરિવેશ, નવનીત સમર્પણ અને ગઝલવિશ્વમાં પ્રકાશિત થઈ હતી. એક કવિ તરીકે તેમણે ઘણા મુશાયરાઓનું આયોજન કર્યું હતું અને ઘણા મુશાયરા, કવિ-સંમેલન અને કવિતાની પ્રશંસા અને ટીકા પર ભાષણોમાં તેમણે ભાગ પણ લીધો હતો. તેમનું સૌથી નોંધપાત્ર યોગદાન ગુજરાતી કવિતા ક્ષેત્રે રહ્યું છે. તેમણે કવિતાઓની પ્રશંસા અને ટીકા કરતા લેખોમાં પણ નોંધપાત્ર યોગદાન આપેલ છે. તેમણે ૧૦ થી વધુ પુસ્તકો લખ્યાં છે અને અનેક સાહિત્યિક પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે.
સંજુ વાળા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં ૧૯૭૯ના વર્ષમાં જોડાયા હતા અને હજુ પણ કામ કરે છે. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદમાં કાર્યકારી સમિતિના એક સભ્ય તરીકે વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૪ સુધી સેવા આપી છે. તેઓ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સંચાલિત વલી ગુજરાતી ગઝલકેન્દ્ર અકાદમીની કાર્યકારી સમિતિના પણ સભ્ય હતા.
વાળાએ પોતાની કારકિર્દી ગઝલ-લેખન ક્ષેત્રે શરૂ કરી અને બાદમાં તેઓ કવિતાના અન્ય સ્વરૂપો તરફ વળ્યા. તેમાં મુખ્ય ફાળો ગીત, ગઝલ તેમ જ અછાંદસ રચનાઓનો તરફ રહ્યો છે. તેમણે અદ્યતન શૈલી અને સ્થાપિત શૈલીનો સમન્વય અને ભેદ સફળતાપૂર્વક પોતાની રચનામાં લખવા પ્રયાસ કર્યો છે. હરીશ મીનાશ્રુ અને મણિલાલ એચ. પટેલ દ્વારા તેમની શૈલી માટે અલગ ચીલો પાડનારી અને સ્થાપિત જૂના શૈલી વચ્ચેની હોવાની પ્રશંસા કરવામાં આવી હતી. તે સમયે જ્યારે મોટા ભાગના ગઝલ-કવિઓ લખવા માટે સીધી રચના અને પહાડી અવાજનો ઉઅપયોગ કરતા, ત્યારે તેમણે સામે પ્રવાહે તરી પોતાની શૈલીમાં અને અદ્યતન ભાષામાં સ્થાપિત શૈલી લેખન દ્વારા ગઝલોનું આલેખન કર્યું છે.
વર્ષ ૧૯૯૦મા તેમના કાવ્યસંગ્રહ કંઈક/કશુંક/અથવા તો... માટે તેમને જયંત પાઠક કવિતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તેમના ગુજરાતી ગઝલ કવિતા ક્ષેત્રમાં યોગદાન માટે , તેમને વર્ષ ૧૯૯૯માં શયદા એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે પ્રાપ્ત આર. વી પાઠક/નાનાલાલ કવિતા પારીતોષિક ૨૦૦૩ના વર્ષમાં અને ડૉ ભાનુપ્રસાદ પંડયા એવોર્ડ માટે તેમના કાવ્યસંગ્રહ 'રાગાધિનમ' ૨૦૦૭ના વર્ષમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા, નગીનદાસ પરીખ સાહિત્ય સન્માન-૨૦૧૪ વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન દ્વારા, કવિશ્રી રમેશ પારેખ સન્માન-૨૦૧૪ અસ્મિતા ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા અને હરિન્દ્ર દવે મેમોરિયલ એવોર્ડ ૨૦૧૪.
is helpful?
Lorem, ipsum.
Lorem ipsum dolor sit, amet consectetur adipisicing elit. Unde est fuga animi laborum ad omnis dolor amet laudantium nisi quam!