રાજયોગી બ્રહ્મકુમારી નિકુંજ રેડિયો રાજકોટની મુલાકાત પર આવ્યા હતા.
આધ્યાત્મિકતા કોઈને શીખવી ન શકાય એનો માત્ર અનુભવ કરી શકાય. રાજયોગી બ્રહ્મકુમારી નિકુંજ રેડિયો રાજકોટની મુલાકાત પર આવ્યા હતા.
આજે વિશ્વભરમાં બ્રહ્મકુમારીનું નામ છે અને ત્યારે બ્રહ્મકુમારીના રાજયોગી નિકુંજજીએ રાજકોટ પ્રવાસ દરમ્યાન રેડિયો રાજકોટની મૂલકાત લીધી હતી. દેશ વિદેશોમાં પોતાના ભાસણ અને વિચારોથી લોકોને મંત્રમુગ્ધ કરનાર રાજયોગી નિકુંજજી રેડિયો રાજકોટ પર આવી ને અમારા આર. જે. પૂર્વીના સવાલો સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ ગયા.
તેઓ વિવિધ ભાષાના જાણકાર છે, ઇંગ્લિશ હિન્દી, ગુજરાતી, મરાઠી, કચ્છી, સિંધી જેવી ભાષા જાણે છે. તેઓ ઘણી બધી ભાષામાં અખબારમાં લેખો પણ લખે છે એમને 2017 માં યુવા તરંગ અને જર્નાલિસમ એવાર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, 2018માં વિશ્વ શાંતિ અને લીડરશીપ એવાર્ડ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા
રાજયોગી નિકુંજજી એ રેડિયો રાજકોટના સ્ટુડીઓની મુલાકાત લીધી હતી. રેડિયો પર ઇન્ટરવ્યૂ આપતા સમયે તેમણે ઘણી વાતો શેર કરી હતી. આજના યુવાને સંબોધીને ઘણી ચર્ચા પણ કરી હતી, એક કમ્યૂનિટી રેડિયો તરીકે રેડિયો રાજકોટની શું શું જવાબદારી એમના વિષે પણ વાત કરી હતી.
is helpful?
Lorem, ipsum.
Lorem ipsum dolor sit, amet consectetur adipisicing elit. Unde est fuga animi laborum ad omnis dolor amet laudantium nisi quam!