advertize

જાણીતા કવિ, આઇએએસ ઓફિસર ભાગ્યેશ ઝા એ લીધી રેડિયો રાજકોટની મુલાકાત રેડિયો રાજકોટના શ્રોતાઓ સાથે કરી ઘણી રસપ્રદ વાતો.

જાણીતા કવિ, આઇએએસ ઓફિસર ભાગ્યેશ ઝા એ લીધી રેડિયો રાજકોટની મુલાકાત રેડિયો રાજકોટના શ્રોતાઓ સાથે કરી ઘણી રસપ્રદ વાતો.

જાણીતા કવિ એવા ભાગ્યેશ ઝા રાજકોટની મુલાકાત પર હતા. રાજકોટ નાગરિક સહકારી બૅન્કના બૂક ટોક પ્રોગ્રામમાં તેઓ હાજર રહ્યા હતા. આ રાજકોટની મુલાકાત દરમ્યાન તેમણે રેડિયો રાજકોટ 89.6ના સ્ટુડીઓની મુલાકાત લીધી હતી અને શ્રોતાઓ સાથે મન ભરીને વાતો કરી હતી,

‘કવિતા મારો વિસામો છેકવિતા મારી હાશ છેમારું ઓશીકું છે.’ – Bhagyesh Jha

ભાગ્યેશ ઝા ની પરિચય જોઈએ tએમનો જન્મ ૧૮ ફેબ્રુઆરી 1955ના રોજ ; નારદીપુર તા. જિ. ગાંધીનગર ખાતે થયો હતો.

કુટુમ્બ

માતા – શારદા ; પિતા – વાસુદેવ વિષ્ણુપ્રસાદ જહા

પત્ની – ઝરણા ; પુત્રીઓ – પ્રાર્થના, લજ્જા

વ્યવસાય

ભાગ્યેશ ઝા ગુજરાત સરકારમાં વિવિધ હોદ્દા પર રહી ચૂક્યા છે. તેઓ ૨૦૧૬ માં નિવૃત્ત થયા. 

તેમના વિશે વિશેષ

એક અનોખું વ્યક્તિત્વ. એક સંગમસ્થાન જ્યાં સંસ્ક્રુત, ગુજરાતી અને અંગ્રેજી મળે, ભળે. હ્રદયથી કવિ, તાલીમથી બ્યુરોક્રેટ, પણ અનુભવે સંવેદનશીલ અને દ્રષ્ટિવંત વહીવટકર્તા.અસરકારક વક્તા, હાસ્યની સહજ સ્ફુટ થતી રમુજવૃત્તિ અને સમજણથી ઘડાયેલ વાણી-વર્તન.અદભુત મિત્ર, એનાથી પણ અદકેરા માણસ. સતત શ્રેષ્ઠતાની જ શોધ અને સાધના પણ

એમના ઘરમાં વાતાવરણ સંસ્કૃતનું અને શિક્ષણનું હતું. સંસ્કૃત પર એમનું એટલું પ્રભુત્વ છે કે ભાગ્યેશભાઈ પોતાનું આખું વક્તવ્ય સંસ્કૃતમાં અસરકારક રીતે આપી શકે છે.

પિતાજી શાળાના આચાર્ય અને દાદાજી અનેક સંસ્થાઓના સ્થાપક એટલે સમાજ સાથે પૂરી નિસ્બત ઉછેરમાં વણાઈ શાળાભ્યાસ દરમિયાન વક્તૃત્વ, કાવ્યપાઠ, નાટકમાં હંમેશા એમને પ્રથમ સ્થાન મળતું. મોનો એકટીંગમાં માસ્ટરી બી.એ.માં સંસ્કૃત વિષયમાં ગોલ્ડ મેડલ.

મેડીકલમાં જવાની ઈચ્છા હતી પરંતુ એડમિશન ન મળ્યું એટલે સંકલ્પ કર્યો કે કંઈક કરી બતાવવું ! અને IAS થયા.

રજૂ કરીએ છે કવિશ્રી ભાગ્યેશ ઝાની કૃતિઓ

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ

એની વેદનાની વાતોનું શું ?

કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ

ઉંઘ છતાં જાગવાનું શું ?


સુવાસે પડઘાતું આખું આકાશ

છતાં ખાલીપો ખખડે ચોપાસ.

ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ ?

કોણ વિણે છે એકલી સુવાસ ?

વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ

વાયરાનું ઠેકાણું શું ?


ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,

ને આપે ને સુંઘે તો સારું.

ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,

થોડું રખાય તો ય સારું.

પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,

તો મળવાના ખ્વાબોનું શું ?


-ભાગ્યેશ ઝા

અમે દરિયો જોયોને તમે યાદ આવ્યા

અમે દરિયો ખોયોને તમે યાદ આવ્યા

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો

તમે રેતીમાં સળવળતું પાણી

તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ

અમે માછલીના સ્પર્શની વાણી

અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં

અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડુબેલી નદીઓના નામ

તમે નદીઓના ડુબેલા ગાન

અમે ડુબવાની ઘટનાનું ભુરું આકાશ

તમે વાદળમાં સાગરનું ભાન

નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં

આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં

-ભાગ્યેશ ઝા



is helpful?

Write Review..

Comments

Lorem, ipsum.
Lorem ipsum dolor sit, amet consectetur adipisicing elit. Unde est fuga animi laborum ad omnis dolor amet laudantium nisi quam!
Lorem, ipsum.
Lorem ipsum dolor sit, amet consectetur adipisicing elit. Unde est fuga animi laborum ad omnis dolor amet laudantium nisi quam!
s