advertize

બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટથી જયેશભાઈ ઉપાધ્યાયએ કરી રેડિયો રાજકોટની મુલાકાત.

બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટથી જયેશભાઈ ઉપાધ્યાયએ કરી રેડિયો રાજકોટની મુલાકાત.

આમતો બોલબાલા ટ્રસ્ટ વર્ષોથી રાજકોટમાં સેવાકીય કામ કાજો કરી રહ્યું છે. છેલ્લા તેત્રીસ વર્ષથી વધારે ‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ તેમજ ‘જીવદયા પરમો ધર્મ’ને ચરિતાર્થ કરતી સંસ્થા શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ સેવાક્ષેત્રની ઉજજવળ પરંપરા સાથે સંસ્થા છેવાડાના જરૂરીયાતમંદ માનવીઓને, વંચીતો તેમજ પાગલ અને નિરાધાર દરીદ્રનારાયણોને એક પણ દિવસના વિરામ વિના હરતુ-ફરતુ અન્ન ક્ષેત્રના માધ્યમથી દૈનિક 1500 કરતા અધિક વ્યકિતઓની જઠરાગ્ની તૃપ્ત કરીને અનોખી સેવા કરી રહી છે.

કુદરતની ક્રુર મજાકની થપ્પડ ખાધેલા આવા હતભાગી આપણા જ બાંધવો આપણી વચ્ચે ગરીબી અને ભુખમરાની યાતના સહેતા લોકોની સવાર-સાંજ અલગ અલગ પ્રકારના નિત્ય નવા ભોજન પીરસીને સેવાની સુવાસ ફેલાવી રહ્યું છે. જેનો માસિક ખર્ચ 10થી 15 લાખ કરતા પણ વધુ થઈ રહ્યો છે.

 સંસ્થાએ રજત જયંતિ વર્ષ નિમિતે અણમોલ સેવા યોજના અન્નપૂર્ણા હેલ્પલાઈન દ્વારા અંતરીયાળ રસ્તા પર રહેલા દરીદ્રનારાયણો માટે યોજના બનાવીને દસ જેટલા સ્કુટરો દ્વારા શેરી-ગલ્લીમાં પહોંચીને સેવાનો વ્યાપ વિસ્તાર્યો છે.

 ભુખ્યાને ભોજન ઉપરાંત સંસ્થા જીવદયા પરમોધર્મ સૂત્રને સાર્થક કરતા કીડીને ગણ અને હાથીને મણ ઉકિત અનુસાર જીવદયા રથ મારફત ગૌસેવા, અબોલ પશુ-પક્ષીઓ, જલચર, સ્થલચર તેમજ ગગગન ગામીઓ માટે પણ એટલી જ કાળજી લઈ રહી છે. કુદરતના વરદાન સમાન પક્ષીઓને ચણ કાગડા-કાબરને ફરસાણ, કીડીને કીડીયારૂ, માછલાઓને લોટની ગોળી, શ્ર્વાસોને દૂધ-ખીચડી- રોટલી, જેવા બહુવિધ આયામો પણ સંસ્થામાં નિરંતર કાર્યરત છે. આ સિવાયની પણ અનેક સેવાઓ થકી આ શહેરનો ધબકાર બની રહી છે.

 સંસ્થાના આવા અનેક મેગા પ્રોજેકટના બહોળા ખર્ચને પહોંચી વળવા તેમજ લોકલક્ષી પ્રોજેકટો કાયમી ધોરણે કાર્યન્વિત રાખવાના હેતુસર મકર સંક્રાંતિના પુણ્ય પાવન પ્રસંગે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રસ્ટના ઋષિ-મુનિ સમાન અગ્ર નિષ્ઠાવાળા સ્વયંસેવકો આપના વિસ્તારમાં સેવાની ધૂણી સમાન છાવણીમાં બેસીને સમાજના ભામાશા સમાન દાતાઓ દ્વારા પોતે અનુદાન મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેનો સમાજ તરફથી હરસાલ સુંદર પ્રતિભાવ પણ મળે છે.

is helpful?

Write Review..

Comments

Lorem, ipsum.
Lorem ipsum dolor sit, amet consectetur adipisicing elit. Unde est fuga animi laborum ad omnis dolor amet laudantium nisi quam!
Lorem, ipsum.
Lorem ipsum dolor sit, amet consectetur adipisicing elit. Unde est fuga animi laborum ad omnis dolor amet laudantium nisi quam!
s