advertize

વિશ્વ કવિતા દિવસ પર થશે Minu’s Mehfil Season 8.

વિશ્વ કવિતા દિવસ પર થશે Minu’s Mehfil Season 8.


દર વર્ષે 21 માર્ચે ઉજવાય છે વિશ્વ કવિતા દિવસ, આ દિવસને વધાવવા માટે છેલ્લા 8 વર્ષથી રાજકોટમાં ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ લઈને આવી રહ્યા છે minu’s Mehfil  Season 8.

જ્યાં હશે મીનુભાઈ જસદનવાલા જે એક શિક્ષક છે, સામાજિક કાર્યકર્તા છે અને સાથે હશે Dr. વિશાલ બારિયા સંયુક્ત ક્રમે આયોજન કરી રહ્યા છે. જ્યાં વિધ્યાર્થીઓને સ્વરચિત કવિતાઓ રજૂ કરશે. આ વિધ્યાર્થીઓ સ્વ રચિત કવિતાઓ મંચ પર રજૂ કરશે.

કવિતા એ હૃદયની સૌથી નજીકની વસ્તુ છે. જે વાત આપણે અનેક પાનામાં લખીને વ્યક્ત કરી શકતા નથી, તે કવિતાની એક પંક્તિમાં કરી બતાવે છે. કવિતાથી સત્તા પણ હલી જાય, હૃદય પણ પીગળી જાય, દેશના દરેક નાગરિકાના હૈયા દેશભકિતની ભાવના પણ ઉજાગર કરી શકાય. હદય ઉડા ખુણે છુપાયેલા ભાવોને બહાર લાવવા માટેનું એકમાત્ર સાધન છે કવિતા.

આ નવા યુગમાં ભલે બધું યાંત્રિક બની ગયું હોય અને જીવન ઈન્ટરનેટની માયાઝાળમાં ગુંચવાઇ ગયુ હો, પણ આપણું મન અને આત્મા એક સુંદર કવિતાની જરૂરીઆત અનુભવે છે. કવિતા એ અંદરની શક્તિ છે. એમ કહેવું કશુ ખોટું નથી કે ગમે તેટલુ અંધારુ હોય પણ કવિતા તેનો માર્ગ શોધી જ લે છે. ચાલો આજે આપણે આ કવિતાના માનમાં ઉજવાતા વિશ્વ કવિતા દિવસ, તેનો ઇતિહાસ, મહત્વ, થીમ, નિબંધ વિશે માહિતી મેળવીએ.

વિશ્વ કવિતા દિવસનો ઇતિહાસઃ-

વર્ષ 1999માં પેરિસમાં યોજાયેલા યુનેસ્કોના 30મા અધિવેશનમાં “21મી માર્ચ”ને “વિશ્વ કવિતા દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ 21 માર્ચ 2000ના રોજ પ્રથમ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કવિઓ અને કવિતાઓના સર્જનાત્મક ગૌરવને માન આપવાનો તથા ભાષાકીય વિવિધતાને પ્રોત્સાહન આપવા અને લુપ્ત થતી ભાષાઓને બચાવવાનો છે.

 

is helpful?

Write Review..

Comments

Lorem, ipsum.
Lorem ipsum dolor sit, amet consectetur adipisicing elit. Unde est fuga animi laborum ad omnis dolor amet laudantium nisi quam!
Lorem, ipsum.
Lorem ipsum dolor sit, amet consectetur adipisicing elit. Unde est fuga animi laborum ad omnis dolor amet laudantium nisi quam!
s