રાજકોટના ખુબજ નામાંકિત શિક્ષણવિદ જીનિયસ ગ્રૂપના ફોઉન્ડર શ્રી ડી. વી.મેહતાએ રેડિયો રાજકોટ દ્વારા શરૂ કરાયો એક અનોખો શિક્ષારથ.
રાજકોટના ખુબજ નામાંકિત શિક્ષણવિદ જીનિયસ ગ્રૂપના ફોઉન્ડર શ્રી ડી. વી.મેહતાએ રેડિયો રાજકોટ દ્વારા શરૂ કરાયો એક અનોખો શિક્ષારથ.
રાજકોટના ખૂબ પ્રખ્યાત શિક્ષણવિદ જે વર્ષોથી રાજકોટમાં શિક્ષણના વિસ્તારમાં કાર્યરત છે. જેઓ જીનિયસ સ્કૂલ્સ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ્સ, ગાર્ડી વિધ્યાપિઠ, રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ, ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, જેવી સંસ્થાઓ ચલાવે છે, જેમને રેડિયો રાજકોટની મુલાકાત લઈ તેમના પ્રોજેટ ઉમ્મીદ વિષે રાજકોટ સાથે વાતચીત કરી હતી. તેઓ શિક્ષારથ લઈને ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરશે. સાર્થે તેમણે બોર્ડની પરીક્ષા આપી રહેલા વિધ્યાર્થી અને તેમના વાલીઓ સાથે સંવાદ કરેલો.
આ સાથે તેઓની સંસ્થા શ્રી વી.એમ.મેહતા ફાઉંડેશન( જીનીયસ ગ્રુપ ) દ્વારા બાંધકામની સાઈટ પર કામ કરતા મજદુરોના બાળકોને શિક્ષિત કરવાનાં ઉદ્દેશ્યથી ભારતભરમાં પ્રથમ વખત "ઉમ્મીદ" નામનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે SVMM શિક્ષારથનું લોકાર્પણ તા.૧૧ મી માર્ચ,'૨૪ નાં રોજ થયેલ છે.આ શિક્ષારથનાં માધ્યમથી વિવિધ બાંધકામની સાઇટ પર જ શ્રમિકોના બાળકોને જરૂરી શિક્ષણ આપવામાં આવશે. જેની તમામ માહિતી આપી હતી અને લોકોને શૈક્ષણિક,સામાજિક અને આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોનાં ઉત્કર્ષ માટેનાં આ અભિયાનમાં જોડાવા વિનંતી કરી હતી.
Lorem, ipsum.
Lorem ipsum dolor sit, amet consectetur adipisicing elit. Unde est fuga animi laborum ad omnis dolor amet laudantium nisi quam!