નવા યુગના લેખક, નેશનલ એવાર્ડ વિજેતા રામ મોરી
“મે આટલા બધા ઇન્ટરવ્યૂ આપ્યા છે છતાં આવો સરસ મારો પરિચય કોઈએ ક્યારેય નથી કર્યો” નવા યુગના લેખક, નેશનલ એવાર્ડ વિજેતા રામ મોરીએ કરી રેડિયો રાજકોટની મુલાકાત
રામ મોરી કહે છે કે સ્વાભાવિક રીતે જ્યારે કોઈ વ્યક્ત કોઈ ઇન્ટરવ્યૂમાં તેમણે ઈન્ટ્રોડયુસ કરે ત્યારે તેમણે એમના વખાણ સાંભળવામાં રસ ના હોય પણ જે રીતે રેડિયો રાજકોટના આર. જે. પૂર્વીએ મારી પ્રસ્તાવના આપી હું આશ્ચર્યચકિત થઈ ગયો અને એ સાંભળતોજ રહ્યો.
રામ મોરીનો પરિચય :
રામ મોરી (જન્મ: ૨ ફેબ્રુઆરી ૧૯૯૩) એ ભારત ગુજરાતના ટૂંકી વાર્તા લેખક, પટકથા લેખક અને કટારલેખક છે, જેઓ મુખ્યત્વે સૌરાષ્ટ્રના ગ્રામીણ જીવનને દર્શાવતી ટૂંકી વાર્તાઓ માટે જાણીતા છે. મહોતું એ તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે, જેને સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર (૨૦૧૭) પ્રાપ્ત થયો હતો. તેમનો જન્મ ૨ ફેબ્રુઆરી ૧૯૯૩ ના દિવસે સિહોર, ગુજરાતના એક ગામ મોટા સુરકામાં થયો હતો. તેમના માતા-પિતાનું નામ તેજલબા અને ભાવસંગભાઈ મોરી હતું. તેમનો પરિવાર પાલીતાણા નજીકના ગામ લાખાવાડનો વતની છે. તેમણે ફેબ્રિકેશન એન્જિનિયરિંગમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે.
તેમણે ૧૭ વર્ષની ઉંમરે ટૂંકી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. તેમની વાર્તાઓ શબ્દસૃષ્ટિ, નવનીત સમર્પણ, એતાદ, તથાપિ અને શબ્દસાર જેવા ગુજરાતી સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત કરવામાં આવી છે.
તેમણે પહેલા TV9 ગુજરાત સાથે કામ કર્યું અને પછી કલર્સ ગુજરાતીમાં જોડાયા. તેઓ વિજયગીરી ફિલ્મસ્ સાથે પણ કામ કરે છે. તેમણે દિવ્ય ભાસ્કરમાં સાપ્તાહિક કલમ "મુકામ વાર્તા" અને મુંબઇ સમાચારમાં "ધ કન્ફેશન બોક્ષ" લખી હતી. તેમણે ગુજરાતી મેગેઝિન કોકટેલ જિંદગી અને #We, ફુલછાબમાં લવ યુ જિંદગી જેવી કટારો લખી છે. અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે)માં તેઓ મુલાકાતી શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
૨૦૧૬ માં, તેમનો લઘુ વાર્તા સંગ્રહ મહોતું પ્રકાશિત થયો, જેને રઘુવીર ચૌધરી અને કિરીટ દુધાત સહિતના ગુજરાતી લેખકો અને વિવેચકો દ્વારા વખાણવામાં આવ્યા. તેમની ટૂંકી વાર્તાઓ સૌરાષ્ટ્રની ગ્રામીણ મહિલાઓની આસપાસ કેન્દ્રિત છે. તેમનો બીજો ટૂંકી વાર્તા સંગ્રહ, કોફી સ્ટોરીઝ્, ડિસેમ્બર ૨૦૧૮ માં બહાર પડ્યો. તેમનું ત્રીજું પુસ્તક કન્ફેશન બોક્સ નામનો પત્ર વાર્તાઓનો સંગહ હતો જે ઑગસ્ટ ૨૦૨૦ માં બહાર પડ્યો. વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ "મોન્ટુની બીટ્ટુ" થી તેમણે ગુજરાતી સિનેમામાં પદાર્પણ કર્યું. મોન્ટુની બીટ્ટુ પછી, તેમણે બે ગુજરાતી ફિલ્મો લખી હતી: દર્શન અશ્વિન ત્રિવેદી દ્વારા નિર્દેશિત, મારા પપ્પા સુપરહીરો અને વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત એકવીસમું ટિફિન.
is helpful?
Lorem, ipsum.
Lorem ipsum dolor sit, amet consectetur adipisicing elit. Unde est fuga animi laborum ad omnis dolor amet laudantium nisi quam!